મોરબી: પ્રેમી પંખીડાનો ચાલુ બાઇક પર ઇલુ ઇલુ કરતો વીડિયો વાયરલ મોરબીમાં જાહેર રસ્તા પર ચાલુ બાઇક પર પ્રેમી પંખીડા...
કરવાનું કામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
મોરબીમાં જાહેર રસ્તા પર ચાલુ બાઇક પર પ્રેમી પંખીડા ન કરવાનું કામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે ચર્ચા જાગી છે.
મોરબીમાં ગત રાત્રીના મોરબી રાજકોટ હાઇવે પર વીરપરથી શનાળા ગામ નજીક આવેલ અજંતા કંપની નજીક એક કપલ ચાલુ બાઇક રોમાન્સ કરતા નજરે પડ્યું હતું. જેમાં મોરબી તરફ આવતા બાઇક પર યુવક અને યુવતી આવી રહ્યા હતા. ત્યારે યુવતી જાણે બોલિવૂડ ફિલ્મોની હિરોઇનોની જેમ બાઇકની ટાંકી પર બેઠી હોય તે રીતે આગળ ટાંકી પર બેસી અને યુવક સાથે પ્રેમ લીલા રચાવી ડાન્સ કરી રહી હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.