*૭૯ વિધાનસભાના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર અને પ્રદેશ યુવા ઉપપ્રમુખ વિશાલભાઈ ત્યાગી ના માતાનું નિવેદન સામે આવ્યું*
*વિશાલ ત્યાગી ના માતાજી કહ્યું વિશાલ ત્યાગી નો અમારા પરિવાર સાથે કોઈ લેવા દેવા નથી કે નથી સંપતિ કે કોઈ ભાગ...*
જામનગરના આમ આદમી પાર્ટીના વિધાનસભા ચૂંટણી સમયે ૭૯ બેઠકના ઉમેદવાર અને પ્રદેશ યુવા ઉપપ્રમુખ વિશાલ ત્યાગી પક્ષ તરફથી ચૂંટણી લડવા મેદાને આવેલ હતા
ત્યાર બાદ તેમના માતૃશ્રી અને તેમના વચ્ચે કોઈ પરિવાર સંબધ નથી હોવાનું અનેક વખત સામે આવ્યું છે ત્યારે ફરી એક વખત તેમના માતુશ્રીનું નિવેદન સામે આવેલ કે ચૂંટણી લડિયા તે તેમનો વ્યકિતગત નિર્ણય હતો અને તેમની સાથે આમ આદમી પાર્ટીના માં સાથીઓ ના સહયોગથી ચૂંટણી લડવા તૈયાર થયેલ હતા આજે તે લોકો જ વિશાલ ત્યાગી અને તેમના પરિવારના જવના દુશ્મન બન્યા છે પણ ચૂંટણી બાદ તેમના પરિવારમાં પણ અણબનાવ બન્યો છે અને વિશાલ ત્યાગી સાથે કોઈ પણ પ્રકારના સંબંધ રાખ્યા નથી કે નથી કોઈ મિલ્કત કે સંપતિમાં ભાગ તેવું નિવેદન તેમના માતૃશ્રી તરફથી આવેલ હતું
વિશેષમાં જણાવેલ કે વિશાલ ત્યાગી ના પિતા સેના માં હતા અને દેશની સેવા માટે 20 વર્ષ આપ્યા છે કારગીલ યુદ્ધમાં ભાગ લીધો હતો ત્યાર બાદ ની નિવૃત થયા હતા
તેમની માતૃશ્રી એ જણાવેલ કોઈ જે પણ આર્થિક કે અન્ય રીતે વ્યવહાર હોઈ તે તેમના વ્યક્તિગત હતા અને જવાબદાર ખુદ વિશાલ ત્યાગી છે તો અમને આ બાબતે કોઈ પણ લેવાદેવા નાં હોઈ તો અમારા પરિવાર ને ખોટી રીતે હેરાન પરેશાન નાં કરવા અમારા પરિવારને શાંતિ થી જીવન જીવવા દો તેવું જણાવેલ. *રિપોર્ટર લખનભાઈ રાણંગા જામનગર