વડાપ્રધાનશ્રી મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં યોજાયેલી રેલી.

Machhu news morbi
*વડાપ્રધાનશ્રી મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં યોજાયેલી રેલી*

*ડી.કે.વી.સર્કલથી કસ્તુરબા વિકાસ ગૃહ સુધી યોજાયેલી રેલીમાં જી.એચ.મહેતા કન્યા વિદ્યાલય અને એન.સી.સી.ના વિદ્યાર્થીઓ તથા જાગૃત નાગરિકો જોડાયા*
જામનગર તા.૧૫ સપ્ટેમ્બર, વડાપ્રધાનશ્રી મોદીના જન્મદિવસ નિમિત્તે રાજયભરમાં યોજાનારી બે દિવસીય યોગ શિબિર અંતર્ગત જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ થી ડી.કે.વી.સર્કલ સુધી રેલી યોજાઇ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ રેલી જામનગર ખાતે યોગ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે પટેલ કોલોનીના વિવિધ માર્ગો પર રેલી ફરી ડીકેવી સર્કલ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ કરી પૂર્ણ થઈ હતી.
મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરીયા ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, સામાજિક આગેવાન શ્રી આર કે શાહ, યોગ કોચ શ્રી પ્રીતિબેન શુકલા, શ્રીમતિ જી.એચ.મહેતા સરકારી કન્યા વિદ્યાલય, હરિયા કોલેજ, ઓશવાળ સંકુલના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો આ રેલીમાં જોડાયા હતા.
૦૦૦૦૦૦
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !