જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ સાથેની અથડામણમાં અમદવાદના શહિદ થયેલા જવાનનું નામ મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા છે. જેઓ મૂળ સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના મોજીદડ ગામના વતની છે. તેઓ છેલ્લા 40 વર્ષથી અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે અને તેમનો જન્મ પણ અમદાવાદમાં જ થયો છે. મહિપાલસિંહ છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવી રહ્યા છે. તેમની પહેલી પોસ્ટીંગ જબલપુરમાં થઈ હતી, જ્યાં તેમણે ચાર વર્ષ ફરજ બજાવ્યા બાદ બીજી પોસ્ટીંગ ચંદીગઢમાં થઈ હતી, જ્યાં તેઓએ ત્રણ વર્ષ ફરજ બજાવી હતી. ત્યાર બાદ છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટીંગ જમ્મુ-કાશ્મીરમાં થઈ હતી. જ્યાં તેઓ ગઈકાલે આંતકી સાથેની અથડામણમાં 27 વર્ષની નાની વયે શહીદ થયા હતા. મહિપાલસિંહ એક મહિના અગાઉ એક મહિનાની રજા લઈને અમદાવાદમાં આવ્યા હતા અને તેમની પત્નીના શ્રીમંતના પ્રસંગમાં પણ હાજર રહ્યા હતા. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. આજે તેઓની પત્નીને ડિલેવરી માટે એક તરફ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. મહિપાલસિંહ તેમના આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ અંતિમશ્વાસ લીધા છે. આજે મહિપાલસિંહના મૃતદેહને એરકાર્ગો મારફતે અમદાવાદમાં લાવવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ સાથેની અથડામણમાં અમદવાદના શહિદ થયેલા જવાનનું નામ મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા છે.
ઑગસ્ટ 06, 2023
Tags