માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ચૂકવવાના આ કાર્યક્રમમાં સહભાગી બન્યા લાલપર ના ગ્રામજનો
શિલાફલકમ્, વીર વંદના, પંચ પ્રાણપ્રતિજ્ઞા, વસુદા વંદન અને રાષ્ટ્ર વંદન કાર્યક્રમ યોજાયા
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી તાલુકાના લાલપર ગામે મદદનીશ પશુ નિયામક જગદીશભાઇ , મેડીકલ ઓફિસર રાધીકાબેન, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અને પુર્વ લાલપર સરપંચ શ્રી અરવિંદ ભાઇ વાસદડીયા ગ્રામપંચાયત સરપંચ શ્રી રમેશભાઇ, ઉપસરપંચ રાજુભાઇ,તલાટી મંત્રી શ્રી દલસાણીયા,રેવન્યુ તલાટી હર્ષદ ભાઇ,શાળા ના આચાર્ય શ્રી કૈલાશભાઇ, લાલજીભાઇ સોલંકી, રાજુભાઇ પરમાર, હરેશભાઇ, હિતેશભાઇ ની ઉપસ્થિતિમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં અરવિંદ ભાઇ એ જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રમાં વીરોને વંદન કરવાનો આ ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય પણ આ કાર્યક્રમમાં અનેરા ઉત્સાહ સાથે સહભાગી બની રહ્યું છે. જે અંતર્ગત આપણા મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે મોરબી જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયતો ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે હેઠળ કળશમાં દરેક ગામની માટી એકત્ર કરવામાં આવશે આ કળશ ૧૭ તારીખે વાજતે-ગાજતે તાલુકા મથકે લઈ આવવામાં આવશે. જ્યાંથી પાંચ તાલુકામાંથી પાંચ કળશ રાષ્ટ્ર કક્ષાએ દિલ્હી લઈ જવામાં આવશે અને ત્યાંની અમૃત વાટિકામાં આ કળશ અર્પણ કરવામાં આવશે. વધુમાં જગદિશભાઇ એ જણાવ્યું હતું કે, આપણને મળેલી આઝાદી ત્યારે જ સાર્થક થાય જ્યારે આપણે સુરક્ષા માટે કાર્યરત વિવિધ પાંખોના રક્ષા વીરોનું સન્માન કરીએ.