વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે મકબુલભાઈની વાડીએ રહેતા ખેત મજુરની અજાણ્યા માણસોએ કોઈપણ હથિયાર વડે માથામાં ઘા મારીને હત્યા કરી હોય અને મૃતકની પત્ની પણ શંકાના દાયરામાં હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે
વાંકાનેરના અરણીટીંબા ગામે શાહિદભાઈની વાડીમાં રહેતા સુકુભાઇ ડુંગરસીંહ બામનીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે. તેમને ચાર ભાઈ છે. એક મહિનાથી શાહિદભાઈની વાડીમાં તેની પત્ની નીરુબેન સાથે રહે છે અને ખેતમજુરી કરે છે તેમના ભાઈ સુરપસીંહ તેમની પત્ની ભૂરબાઈ અને બાળકો સાથે પીપળીયા રાજ ગામે મકબુલભાઇની વાડીએ મજૂરી કામ માટે આવ્યા હતા. તેમના પગલે તેમનો 22 વર્ષીય ભાઈ રવીત ડુંગરસિંહ બામનીયા પોતાની પત્ની કરમબાઈ સાથે સાત આઠ દિવસથી સુરપસિંહ સાથે રહેતો હતો
તા.૦૫/૦૭/૨૦૨૩ વહેલી સવારના સમયે સુકુભાઇ પોતાના રહેણાંકે સૂતા હતા. એ સમયે તેમને તેમના ભાઈ સુરપસીંહ અને વાડી માલિક મકબુલભાઇએ જાણ કરી હતી કે,રવીતભાઈની હત્યા થઈ ગઈ છે. જેથી સુકુભાઇ ઘટના સ્થળે પહોચ્યા હતા. ત્યાં રવીતભાઈનો મૃતદેહ ખાટલામાં પડ્યો હતો. તેના માથા, કપાળ, આંખ, કાન પર કાપાઑના ઘા હતા.જેથી સુકુભાઇએ મૃતક રવીતભાઇની પત્ની કરમબાઇને સમગ્ર મામલે પૂછતાં તેણે એવું રટણ કર્યું હતું કે,’બે અજાણ્યા માણસોએ રવીતને મારીને ભાગી ગયેલ છે’. આ અજાણ્યા શખ્સો બાબતે સુકુભાઇએ પૂછતાં તે કઈ જાણતી ના હોવાની જણાવ્યું હતું
આ બનાવ વખતે તેમના ભાઇ સુર૫સીંહ તથા તેની પત્ની ભુરબાઇ અને તેના બાળકો તથા તેમની બહેન લીલુબેન એમ બધા મકબુલભાઇની વાડીએ રહેણાંક ઓરડી પાસે બહાર સુતા હતા અને રહેણાંક ઓરડીમાં રવીતભાઈ તથા તેની પત્ની કરમબાઇ સુતા હોય હતા. આ બનાવ સમયે પણ કરમબાઇ રૂમમાં જ હોય તેમ છતા અજાણ્યા આરોપીઓ તેમના ભાઇને મારીને જતા રહે તે વાત શંકા ઉપજાવે તેવી છે અને રવીતને કોઇ અજાણ્યા ઇસમોએ કોઇપણ કારણસર કોઇપણ હથિયારથી માથામાં ઘા કરી મોત નિજાવેલ હોય તેમજ રવીતની પત્ની કરમબાઇ આ અજાણ્યા શખ્સોને મદદ કરી હોય તેવી શંકા સુકુભાઈએ વ્યક્ત કરી હતી.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.