વાંકાનેર નજીક ફાયર કલે અને રેતીની ખનીજ ચોરી કરતા ત્રણ વાહનો ને પકડી પાડતું ખાણ ખનિજ તંત્ર...

Machhu news morbi
વાંકાનેર નજીક ફાયર કલે અને રેતીની ખનીજ ચોરી કરતા ત્રણ વાહનો ને પકડી પાડતું ખાણ ખનિજ તંત્ર! ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવ્યો! ખનીજચોરોનુ જાસુસી તંત્ર નિષ્ફળ ગયું 

  ન્યૂઝ એહવાલ મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર 

મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ સિવાય જેની જવાબદારી છે તેવાં એક તંત્ર ખનિજ ચોરી માં રસ લેતું નથી તેનું રાઝ માસીક હપ્તા લેતા હોય તેના અમુક કર્મચારીઓ જ વહિવટ કરતાં હોવાનું ચોક્કસ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. તો કોણ છે આવા વહીવટદારો કે જે સરકારને રોયલ્ટી કરચોરી નો ચુનો ચોપડવામાં સામેલ છે? ત્યારે જશ કે અપજશ માત્ર ખાણ ખનીજ વિભાગ ને જ આપવામાં આવે છે. કાલે સાંજે મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા વાંકાનેર નજીકથી ફાયર કલે અને રેતીની ખનીજ ચોરી કરતા એક કરોડની કિંમતના ત્રણ વાહનોને પકડી પાડ્યા છે અને સિઝ કરી દીધાં છે ત્યારે ખનિજ ચોરી માટે ખાણ ખનીજ વિભાગ ની હર પળ ની જાસુસી કરવામાં આવે છે તે જાસુસી કરનારા પણ ઉંઘતા રહ્યા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ
મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેરની સુચનાથી માઇન્સ સુપરવાઈઝર જી.કે.ચંદારાણા અને રવિ કણસાગરાએ વાંકાનેર નજીકથી ફાયરકલે ભરેલા બે ટ્રક તેમજ રેતી ભરેલ એક ટ્રક સહિત કુલ રૂપિયા એક કરોડનો મુદ્દામાલ કબજે કરીને સિઝ કરી દંડનીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગની કડક કામગીરીને પગલે ખાસ કરીને ફાયર ક્લેની ખનીજ ચોરી કરતા તત્વો અને રેતમાફિયાઓમા ફફડાટ મચી જવા પામ્યો હતો.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !