મોરબી જીલ્લામાં કાયદા અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ જૉવૉ....

Machhu news morbi
મોરબી જીલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવુ લાગી રહ્યું મોરબીમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસ ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર ભૂંગરા બટેટાની લારી ધરાવતા યુવકે વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણીમાં વ્યાજખોર અને જામીન પડેલા શખ્સે યુવકનું અપહરણ કરવા કોશિશ કરી યુવકને છરીના ઘા ઝીકી દિધા હતાં. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં જાણે લુખ્ખા તત્વોને ખાખીનો ખૌફ ન હોય તેવી રીતે રેઢીયાર સાંઢની માફક ફરી રહ્યા છે હજી ગઈ કાલના રોજ મોરબીમાં ફુટવેરના વેપારીએ પૈસા માંગતા એક ઈસમે વેપારીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે આજે મોરબીના રવાપર રોડ ઉપર ૐકાર હાઈટ્સ ફ્લેટમાં રહેતા અને રવાપર રેસિડેન્સીના ગેઇટ પાસે ભૂંગરા બટેટાની લારી ધરાવતા નીલ ભરતભાઈ વસાણીએ શનાળા રહેતા આરોપી વરુણ ઉર્ફે ટીનો બોરીચા પાસેથી તેના મિત્ર જયરાજ ઉર્ફે જીગો ગોગરાને વચ્ચે રાખી નવેક મહિના પહેલા રૂપિયા ૩ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હોય જે તાત્કાલિક પરત આપવા અથવા વધુ વ્યાજ ચૂકવવા બન્ને દબાણ કરતા હતા. તે દરમિયાન ગઈકાલે રાત્રે ફરિયાદી નીલ ભરતભાઈ વસાણી તેના પિતા સાથે ભૂંગરા બટેટાની લારીએ હતો ત્યારે આરોપી વરુણ ઉર્ફે ટીનો બોરીચા અને જયરાજ ઉર્ફે જીગો ગોગરા આવ્યા હતા અને વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી શરૂ કરી મારામારી કરી હતી અને આરોપી જીગો ઉર્ફે જયરાજ ગોગરાએ છરી વડે નીલ ભરતભાઈ વસની ઉપર હુમલો કરતા તેના પિતા સહિતના લોકો વચ્ચે છોડવવા જતા નીલને પરાણે સ્કોર્પિયોમાં બેસાડવા કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર નીલ વસાણીએ આરોપી વરુણ ઉર્ફે ટીનો બોરીચા અને જયરાજ ઉર્ફે જીગો ગોગરા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૭,૩૮૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ અને ગુજરાત નાણાં ધીરધારની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !