વાંકાનેર માં પવિત્ર અષાઢી બીજ નિમિત્તે પોલીસની પ્રજા ચિંતન કામગીરી અંતર્ગત પોલીસ ટીમનું આયોજકો દ્વારા કરાયું સન્માન.

Machhu news morbi
*વાંકાનેર માં પવિત્ર અષાઢી બીજ નિમિત્તે પોલીસની પ્રજા ચિંતન કામગીરી અંતર્ગત પોલીસ ટીમનું આયોજકો દ્વારા કરાયું સન્માન*

આરીફ દિવાન મોરબી: સમગ્ર રાજ્યમાં 20 6 2023 ના રોજ અષાઢી બીજ ભગવાન જગનાથજી ની ઠેર ઠેર શોભાયાત્રા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કડક પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ ભાઈ યાત્રા પસાર થઈ જગન્નાથ ભગવાનની શોભાયાત્રા અંતર્ગત વાંકાનેરમાં વિવિધ માર્ગો પર શોભાયાત્રા અંતર્ગત તારીખ 18 6 2023 ના રોજ રિહર્સલ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફરજ ના ભાગ વાંકાનેર પોલીસ ટીમ સતત કડક પેટ્રોલિંગ સાથે અષાઢી બીજ નિમિત્તે સતત બંદોબસ્ત કડક રાખી શાંતિપૂર્ણ પવિત્ર અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજી ની શોભાયાત્રા અંતર્ગત આયોજકો દ્વારા પોલીસ ટીમ નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પીઆઈ પીડી સોલંકી પીએસઆઇ વીડી કાનાણી સહિત સમગ્ર વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા ખડે પગે રહી શોભાયાત્રા અંતર્ગત ટ્રાફિક હળવું કરવું તેમજ વધુ ભીડભડ હોવાથી ચોરી છેડતી જેવા બનાવો ના બને તેવી તકેદારી સાથે કામગીરી અંતર્ગત શોભાયાત્રા ના આયોજકો આગેવાનો દ્વારા પોલીસ ટીમનું સ્વાગત કર્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !