બિપોરજોય વાવાઝોડાએ લોકોના શ્વાસ અધ્ધર કર્યા દરિયો પાર કરી ગામમા પાણી ઘૂસ્યા, ગુજરાતમાં અહીં ધબધબાટી બોલી.

Machhu news morbi
બિપોરજોય વાવાઝોડાએ રૌદ્ર સ્વરુપ ધારણ કરવાનું શરુ કર્યું છે અને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તેમજ ચોરવાડનો દરિયો ગાંડોતુર બન્યો છે અને 10થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકાંઠે રહેતા માછીમાર ભાઈઓના ઝૂપડા સુધી દરિયાના પાણી પહોંચી ગયા હતા. જેને લઇ ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાયો છે અને જો હજુ વધુ પવનની ઝડપ વધે તો સ્થળાંતર કરવાની પણ ફરજ પડી શકે તેમ છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળીયા હાટીનાના અંદાજીત 47 જેટલા ગામોને એલર્ટ કરાયા છે અને માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સુચના આપી દેવામાં આવી છે. માંગરોળ બંદર પર બોટોના લાંગરી દેવામાં આવી છે અને એક પણ બોટ હાલ દરિયામાં નથી. પવનની ગતિ અને ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.
હાલ કોઈપણ પ્રકરની જાનહાની તેમજ કોઈ પશુઓના મોત ના થાય તે માટે તંત્ર દ્વારા 25 જેટલા સેલટર હોમ ઉભા કર્યા છે અને ત્યાં તમામ પ્રકરની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા જૂનાગઢ જિલ્લાના વાવાઝોડાની સમીક્ષા કરવા આવ્યા હતા. કલેકટર તેમજ તમામ શાખાના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી અને ત્યાર બાદ જિલ્લા આપત્તિભવન ખાતે પહોંચી ત્યાં જિલ્લાની તમામ માહિતીઓ મેળવી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.
તમારા શહેર કે ગામડાઓમાં વાવાઝોડા થી કોઈપણ નુકસાન થયું હોય તો અમને પત્રકારને આ 9913623970 નંબર પર ફોટા અને વિડિયો મોકલવા
 અમારા ન્યુઝ માં અમે લઈ લેશો જેથી કરીને સરકારના તમામ જવાબ અધિકારી સુધી અમારા ન્યૂઝના માધ્યમથી તેમના સુધી પહોંચાડજો whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ 9913623970 નંબર પર Hii  લખી મૉકલૉ .
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !