મોરબી: મંત્રી કનુ દેસાઇએ વાવાઝોડાની આફત ટળવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા, જાણો શું કહ્યું

Machhu news morbi
અરબસાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ અંતે ગુજરાતના દરિયકાંઠે ટકરાઈ ગયું છે. અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોનની પ્રક્રિયા થઈ હતી. જ્યારે વવાઝૉડાને પગલે મોરબી જિલ્લામાં મંત્રી કનુ દેસાઇના નેતૃત્વમાં કરવામાં આવેલી અસરકારક કામગીરીને પગલે જિલ્લામાં ઓછું નુકસાન થયું છે. ત્યારે વાવાઝોડાની આફત ટળવા બદલ મંત્રી કનુ દેસાઇએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે મંત્રી કનુ દેસાઇએ જણાવ્યુ હતું કે, જે પ્રકારે બિપરજોય વાવાઝોડાનો ભય સતાવતો હતો અને ગઈકાલે જ્યારે લેન્ડફોલ થયું ત્યારે ભયાનક દ્રશ્યો જોવા મળ્યા પરંતુ સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારે જે પ્રકારે આગોતરા પગલા લીધા તેના કારણે ગુજરાતના જે સાત અસરગ્રસ્ત જિલ્લાઓ છે તેમાં કોઈ જાનહાની થઈ નથી. આ સમગ્ર પ્રોસેસનો એક મહત્તમ ભાગ છે તેમ કહી શકાય ત્યાર પછી અસરગ્રસ્ત વિસ્તારમાં જાણી જોઈને વીજ પુરવઠો અટકાવવામાં આવ્યો હતો જેને પગલે કોઈ નુકસાન ન થાય અને કોઈ શોર્ટ સર્કિટની ઘટનાઓ ન બને આ ઉપરાંત ભારે પવન આવવાને અને કારણે વીજપોલને જે નુકસાન થયું તેને ટૂંક સમયમાં તથા પદ્ધતિસર પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવશે. તેવું તેમણે જણાવ્યુ હતું

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આપણી પાસે પૂરતા પ્રમાણમાં સાધનો અને સામગ્રીનો જથ્થો ઉપલબ્ધ છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં અધિકારીઓ ખડેપગે છે અને સત્વરે બધું પુનઃ પ્રસ્થાપિત કરશે. આ ઉપરાંત આ વિસ્તારના જેટલા પણ અધિકારીઓ પદાધિકારીઓ આગેવાનો એનજીઓનો પણ પૂરતો સહયોગ રહ્યો છે. તેવું તેમણે જણાવ્યુ હતું

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લાની જવાબદારી મારી પાસે હતી તો અહીં હર કોઈ અધિકારીઓનો પૂરતો સહયોગ રહ્યો છે પછી તેમાં મોરબી જિલ્લાના એસપી હોય, ડીડીઓ હોય, કલેક્ટર હોય કે પછી પ્રભારી સચિવ મનીષા ચંદ્રા અને ખાસ તો વ્યવસ્થાપનની જવાબદારી જેમના શિરે છે એવા R.A.સિંઘ સાહેબની જે કામગીરી છે તે સરાહનીય છે. સૌ અધિકારીઓએની કામગીરી બિરદાવવા લાયક છે. મોરબી જિલ્લામાં ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેને કારણે નુકસાન ઓછું થયું અને આજે એક પણ પાયાની સવલત અટકી નથી પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને તે લોકોને મળી રહ્યો છે દરેક માર્ગો ખુલ્લા છે. ત્યારે સૌને અભિનંદન તેવી તેમણે જણાવાયું હતું અને મંત્રી દેસાઇએ આ તકે મીડિયા કર્મીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !