વાંકાનેરમાં:રાજવી પરિવારે અસરગ્રસ્તોને 500 થી વુધફૂડ પેકેટનું વિતરણ કર્યું

Unknown
વાંકાનેર રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની ભયાનકતાનો અંદાજ લગાવી શહેર તથા તાલુકાના કાચા મકાનોમાં રહેતા, 
ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને ઘરબાર વિહોણા લોકો માટે રાજવી પરિવાર દ્વારા ચિંતા વ્યક્ત કરી તેમને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યાં હતાં તેમજ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી અને 500 કરતા વધુ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી, યુવા નેતા તપન દવે સહિતનાઓ જોડાયા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !