મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો .

Machhu news morbi


મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો 

        મચ્છુ ડેમ હેઠળના ગામોના એલર્ટ કરાયા

મોરબી રુલ લેવલ જાળવી રાખવા આજરોજ મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. આ ડેમના મેઈટન્સ માટે મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
મોરબીના સાદુંળકા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના માટેનો મચ્છુ-3 ડેમમાંથી આજે બપોરે પાણી છોડવામાં આવ્યું છે. આ મચ્છુ ડેમનું મેઇન્ટનેશ કરવુ જરૂરી હોવાથી મેઇન્ટનેશ માટે તેમજ રુલ લેવલ જાળવી રાખવા આજે મચ્છુ-3 ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે અને મચ્છુ-3 ડેમમાંથી પાણી વહાવી દેવામાં આવી રહ્યું છે. આથી હેઠવાસના ગામોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં અવરજવર નહિ કરવાની સુચના આપવામાં આવી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !