*ઓરિસ્સાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ સાથે ઇજાગ્રસ્ત લોકો માટે પ્રાર્થના દુઆ નો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો*
ઓરિસ્સાના બાલાસોર ખાતે ત્રીપલ ટ્રેન અકસ્માત દુર્ઘટનામાં સર્વ જ્ઞાતિના ઇજાગ્રસ્ત લોકો તંદુરસ્ત જલ્દી થાય તેવી દુઆ પ્રાર્થના સાથે ટ્રેન દુર્ઘટનામાં 250 થી વધુ લોકો મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઓરિસ્સા ના બાલાસોરમા સર્જાયેલી દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં ૨૫૦ થી વધુ લોકોના જીવ ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે ની સાથે ઘાયલ દર્દીઓ જલ્દી સાજા થાય તે માટે સર્વ સમાજ સેવક અને સર્વ જ્ઞાતિ ચિંતક એવા અમદાવાદના જાણીતા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી દ્વારા પરિસ્થિતિને ધ્યાને રાખી માનવતાનું કાર્ય સાથે કોમી એકતાના પ્રતિક સલાપસરોડ સ્થિત સુલતાન અહમદ મુસ્લિમ યતીન ખાનામાં નાના બાળકો સાથે મળી દુઆ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમ અંતર્ગત તસવીરમાં નજરે પડે છે