મોરબી : મોરબી જિલ્લામાં ગંભીર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે મંગળવારે રાત્રિના જૂના બસ સ્ટેન્ડ નજીક એક યુવાનની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવાના બનવાથી ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની પ્રાથમિક વિગત મુજબ જૂના બસ સ્ટેન્ડ નજીક ખોડિયાર પાન પાસે મંગળવાર રાત્રિના 11 વાગ્યાની આસપાસ હિરેન જગદીશભાઈ ભટ્ટ નામના 32 વર્ષના યુવાનની બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગળની તપાસ શરૂ કરી હતી. આ બનાવથી મોરબીમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.