મોરબી ઝુલતાપૂલ દુર્ઘટના મામલે મૉરબી નગરપાલિકા સુપરસીડ કરાઈ તમામ વહીવટ ઇન્ચાર્જ ચીફ ઓફિસર હવાલે કરાયા...

Machhu news morbi
રાજ્ય સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવશે કે કેમ તેને લઈને છેલ્લા ઘણા મહિનાથી ચર્ચાઓ કરવામાં આવી રહી હતી જો કે, આજે મોડી સાંજે તેનો સત્તવાર ઓર્ડર રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યો છે અને હવે મોરબી પાલિકાનું બોડીનું વિસર્જન થઈ ગયું છે અને તમામ સત્તા પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાસે રહેશે
મોરબીમાં વર્ષ ૨૦૨૨ ના ૧૦ મહિનાની ૩૦ તારીખે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને આ દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની વાતો છેલ્લા ઘણા મહિનાથી કરવામાં આવી રહી હતી જો કે, આજે રાજ્ય સરકાર દ્વારા મોડી સાંજે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે અત્રે ઉલેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવશે કે કેમ તેને લઈને નિર્ણય કરવા માટે પાલિકામાં તાત્કાલિક બોર્ડ બોલવીને પાલિકાનો ફાઇનલ જવાબ લેવામાં આવ્યો હતો ત્યાર બાદ આજે રાજ્ય સરકાર દ્વારા આકરું પગલું લઈ લેવામાં આવેલ છે અને મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી છે જેના માટેનો જરૂરી ઓર્ડર રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરી દેવામાં આવ્યો છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !