મોરબી સબ જેલમાં ટ્રીપલ મર્ડરના કેસના કેદીનું હૉસ્પિટલ સારવારમા મોત ...

Machhu news morbi
કેદીને પગમાં સોજા ચડી ગયા બાદ મોરબી સિવિલમાંથી રાજકોટ ખસેડતી વખતે દમ તોડી દીધો.
  મોરબી સબજેલમાં ટ્રિપલ મર્ડર કેસમાં સજા ભોગવતા કાચા કામના કેદીનું આજે મોત નીપજ્યું હતું. આ કેદીએ સવારે પગમાં સોજો ઉપડયાની ફરિયાદ કરતા તેને સારવાર અર્થે મોરબી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડતી વખતે આ કેદીનું મોત નીપજ્યું હતું.
              👉  MO : 9913623970  👈
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં વર્ષ 2018 માં બનેલા 302 એટલે કે, ટ્રિપલ મર્ડર કેસમા શિવાભાઈ રામજીભાઈ ડાભી ઉ.વ.60 નામનો કેદી મોરબીમાં સબ જેલમાં બેરેક નંબર-5માં સજા ભોગવતો હતો. અગાઉ તેઓએ બે વર્ષ સજા ભોગવ્યા બાદ જામીન મળ્યા હતા પણ પછીથી હાઈકોર્ટમાં જામીન રદ થતા ફરી આ કેદીને ડિસેમ્બર 2022માં મોરબીની સબ જેલમાં ધકેલાયો હતો. આ કેદી ગત તા.23-8-2018ના રોજ હત્યા કેસમાં મોરબી સબજેલમાં ખસેડાયો હતો અને તા.20-10-20ના રોજ જામીન પર મુક્ત થયો હતો. બાદમાં 17-12-22 સુધી જામીન પર હોય હાઇકોર્ટેમાં જામીન રદ થતા 18-12-22ના રોજ ફરી જેલમાં આવ્યો હતો.

વધુમાં છેલ્લા ચાર મહિનાથી મોરબી સબજેલમાં રહેલા આ કેદીને આજે સવારે અચાનક કોઈ કારણોસર પગમા સોજો ચડી ગયાની ફરિયાદ કરતા જેલના સતાવાળાઓએ તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તબીબે આ કેદીને રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડવાનું કહેતા તેને રાજકોટ ખસેડાઇ તે પૂર્વ જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સબ જેલના જેલર ચાવડા, એ ડિવિઝન પીઆઇ જાડેજા, ડેપ્યુટી કલેકટર ડી.એ.જાડેજા સહિતના અધિકારીઓએ સિવિલી દોડી ગયા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. આ કેદીને હાલમાં રાજકોટમાં ફોરેન્સિક પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે પીએમ રિપોર્ટમાં આ કેદીના મોતનું સાચું કારણ બહાર આવશે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !