વાંકાનેર તાલુકાના પાડધરા ગામ પાસે આજે વહેલી સવારે ઈકૉ ગાડી અને હાયવા ડમ્પર ગાડી નું ભયાનક એકસીડન્ટ થયું હતું. ઈકૉ ગાડી માં ત્રણ વેકતી હતાં . અને એક્સિડન્ટ બંનાવ બંનયૉ હતૉ.
ઘટના સ્થળે બે વ્યક્તિના કમ કમાટી ભર્યા મૃત્યુ થયા હતા. સ્વ: નારણભાઈ મૉમભાઈ ટૉટા (ભરવાડ) ગામ માટેલ , સ્વ : સનાભાઇ લક્ષ્મણભાઈ કેરવાડિયા માતાજી ના ભુવા (કૉળી ઠાકોર) ગામ આણંદપર ,
સિંધાભાઈ મૉમભાઈ ટૉટા (ભરવાડ) નેં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. બે વેકતી નાં એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા ના સમાચાર સાંભળી માટેલ અને આણંદપર બંને ગામમાં ભરવાડ સમાજ અને કૉળી ઠાકોર સમાજ રડી પડ્યું હતું. વાંકાનેર તાલુકાના પાડધરા ગામ થી ઑર ગામ સુધી અતિ રસ્તો ખરાબ અને સાંકડો હોવાના પણ આ એક્સિડન્ટના કારણો છે. અને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગામ તરફથી તેમજ ઝાલાવડ પંથક તરફથી આવતા આવા ડમ્પરોનો અતિ ત્રાસ હોય વારંવાર સરકારી તંત્રને રજૂઆત કરવા છતાં આવા ભારે વાહનોનું કોઈપણ કાયદાકીય યોગ્ય પગલાં લીધેલ નથી. એવું પણ ગામ લોકો પાસેથી જાણવા મળ્યું છે. આની પહેલા છ માસ પહેલા એક બાઈક ને ડમ્ફર ચાલકે હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે કંમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આખા ગામ લોકો રોશે ભરાય ડમ્પરને ઉભુ સળગાવી દેવામાં આવ્યું હતું. આજે ફરી આવી ઘટના બની છે. હવે જૉવુ એ રહ્યું. કે સરકારી તંત્ર આવા ભારે વાહન માટે સુહ પગલા ભરશે તેં જૉવુ રહ્યું. વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.