મોરબીની રવાપર ગ્રામ પંચાયતમાં આજ રોજ ઉપસરપંચની ચુંટણી કરવામાં આવી હતી જેમાં પંચાયતના સભ્યો દ્વારા સર્વાનુમતે સગુણાબેન ચાડમિયાની નિમણૂંક કરાઈ છે.
રવાપર ગ્રામ પંચાયતમાં સરપંચ સહિતના ૧૭ સભ્યો છે. આજે ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદ માટે ચૂંટણી થઈ હતી. જેમાં સભ્યોએ સહમતીથી ઉપસરપંચ તરીકે સગુણાબેન મહેશભાઈ ચાડમિયાને ચુંટયા હતા. ઉપસરપંચની વરણી થતા તમામે ફૂલહાર કરી ઉપસરપંચની વરણીને વધાવી હતી અને શુભકામનાઓ પાઠવી હતી.