માળિયાના મેઘપર ગામના વતની અને જુનાગઢમાં ફરજ બજાવતા દિવંગત SRP જવાન બ્રિજેશભાઈ લાવડીયાના મૃત્યુ મામલે પરિવારે પોલીસ વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા બાદ આજે સમસ્ત આહીર સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને ન્યાય આપવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જે આવેદનમાં માર મારનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા તેમજ તાત્કાલિક ગુનો નોંધવા માંગ કરવામાં આવી છે
મોરબી જીલ્લા આહીર સમાજે આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ કરી છે જેમાં સ્વ. બ્રિજેશભાઈ લાવડીયાને માર મારનાર જવાબદાર અધિકારીઓને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવે, ગુનામાં જવાબદારો સામે તાત્કાલિક ગુનો નોંધવામાં આવે અને કેસની તપાસ ઉચ્ચ કક્ષાના જુનાગઢ બહારના અધિકારીને તપાસ સોપવામાં આવે તેવી માંગ કરી હતી
આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે ગત તારીખ ૨૧-૦૩-૨૩ ના રોજ આપધાતની આ ઘટનામાં બ્રિજેશભાઈ લાવડીયાને ખુબ ઢોર માર મારવામાં આવ્યો હતો. જે ઈજાના નિશાન સ્પષ્ટપણે બધાએ જોયા છે. સ્થાનિક પોલીસને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી સંતોષકારક જવાબ મળ્યો નથી કે તપાસ કરવામાં આવી નથી જેથી રાજ્ય સરકાર ઉચ્ચ અધિકારીને બનાવની તપાસ સોપીને તત્કાલ અસરથી જવાબદારો સામે ગુનો નોંધી પગલા ભરે તેવી માંગ કરી છે