મોરબીમાં ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું અને લોકોની રામનવમી બગડી, અનેક લોકો ફૂડ પોઈઝનીંગનો ભોગ...

Machhu news morbi
બન્યાઆરોગ્ય વિભાગ હજુ પણ આંકડા મેળવી રહ્યું છે ફૂડ પોઈઝનીંગ લોટને કારણે કે અન્ય કારણ 
મોરબી શહેરમાં રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌ કોઈએ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કર્યા હતા જોકે ફરાળી લોટને કારણે મોરબીમાં અનેક લોકોને ફૂડ પોઈઝનીંગ થયાનું સામે આવ્યું છે.
મોરબીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે કે નહિ તેની લોકોને ખબર નથી કહેવા માટે કચેરી તો કાર્યરત કરી દેવામાં આવી છે પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બજારમાં ચેકિંગ માટે ક્યારે નીકળશે તેની લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે એ જ કારણ છે કે ભેળસેળિયા તત્વોને તંત્રનો કોઈ ખૌફ નથી જેનો ભોગ નિર્દોષ નાગરિકોએ બનવું પડતું હોય છે મોરબીમાં રામનવમીના પર્વે ઉપવાસ કરતા હોવાથી લોકોએ ફરાળી લોટની વાનગી બનાવી આરોગી હતી જેના કારણે અનેક લોકોને ફૂડ પોઈઝનીંગ થયાનું સામે આવ્યું છે જેથી શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા
જે મામલે ફૂડ વિભાગના અધિકારી એમ એમ છત્રોલાએ જણાવ્યું હતું કે ફરાળી લોટને કારણે ફૂડ પોઈઝનીંગ થયાની માહિતી મળી છે જેથી શ્હેરીમાં વિવિધ દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી અને શ્રીજી ફરાળી લોટના ડીસ્ટીબ્યુતર શ્રી અક્ષર એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાંથી લોટના નમુના લઈને વડોદરામાં આવેલ લેબોરેટરી માટે મોકલી આપવામાં આવ્યા છે અને રીપોર્ટ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તો આરોગ્ય વિભાગ ફૂડ પોઈઝનીંગ થયાના બીજા દિવસે એટલે કે શુક્રવારે હજુ કેટલા લોકો ફૂડ પોઈઝનીંગનો ભોગ બન્યા તેનો આંકડો શોધતું જોવા મળ્યું હતું
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !