વાંકાનેર નગરપાલિકાના ચીફઓફિસર તરીકે ફરીથી ગીરીશકુમાર સરૈયાની નિમણુક કરાય.

Machhu news morbi

હળવદ અને માળીયા મિયાણા પાલિકાના ચીફ ઓફિસરની પણ બદલી

મોરબી : અગાઉ મોરબી અને વાંકાનેર નગર પાલિકાના ચીફ ઓફિસર તરીકે સારી કામગીરી કરનાર ગીરીશકુમાર સરૈયાની ફરીથી વાંકાનેર નગર પાલીકાના ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ માળીયા અને હળવદ પાલિકાના ચીફ ઓફિસરની પણ બદલી કરવામાં આવી છે.


રાજ્ય સરકાર દ્વારા કુલ 42 ચીફ ઓફિસરની બદલીના ઓડર કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં રાજુલામાં ફરજ બજાવતા ચીફ ઓફિસર ગીરીશકુમાર સરૈયાને ફરીથી વાંકાનેર મૂકવામાં આવ્યા છે. જ્યારે માળીયા નગર પાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેસરાની કઠલાલ બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ હાલ કોઈની નિમણૂક કરાઈ નથી. જ્યારે હળવદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટની ડીસા બદલી કરાઈ છે. અને તેમની જગ્યાએ કેશોદ ફરજ બજાવતા નીલમબેન ઘેટિયાને હળવદ મૂકવામાં આવ્યા છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !