હળવદ માં ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા ધામધૂમ પૂર્વક સંપન્ન...
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરિત શ્રી રામોત્સાવ સમિતિ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મોત્સવ પ્રસંગે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ શોભાયત્રા માં ઢોલ નગારાં અને ડીજે ના તાલે શ્રી રામ ભક્તો જુમી ઉઠ્યા હતા અને હળવદ ના દરેક વિસ્તાર ના લોકો ભક્તિ ભાવ પૂર્વક રથયાત્રા માં જોડાયા હતા અને ધન્યતા ની લાગણી અનુભવી હતી અને હળવદ ની બજારો જય જય શ્રી રામ ના નાદ થી ગુંજી ઉઠી હતી અને હળવદ ની અંદર કેસરિયો માહોલ સર્જાયો હતો ત્યારે ભગવાન શ્રી રામે શબરી માતા ના બોર ખાઈ અને તે યુગ માં
સામાજિક સમરસતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે રથયાત્રા ના સમાપન સમયે અનુસૂચિત જાતિ સમાજ ની બાળાઓ દ્વારા મહા આરતી કરવામાં આવી હતી આ રથયાત્રા માં હળવદ ના અગ્રગણ્ય સંતો મહંતો એ હાજર રહી સૌ ને આશીર્વાદ પાઠવ્યા હતા અને હળવદ ના સમાજિક રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ સહિત હળવદ ના તમામ સમાજ ના આગેવાનો જોડાયા હતા ત્યારે ટૂંકા સમય માં પણ ભવ્યાતિભવ્ય શ્રી રામ રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી રામોત્સવ સમિતિ આ ભગીરથ કાર્ય માં સહયોગી તમામ નો જાહેર આભાર માને છે.