ગાંધીધામ શહેરમાં આવેલ ‘સ્પા સેન્ટરની આડ હેઠળ ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું

Machhu news morbi
સ્પા ના નામે ચાલી રહ્યું હતું કુટણખાનું ગાંધીધામની માલિપા તેમના માલિકો પર ગુનો નોંધાયો.
સ્પામાં મસાજની આડમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની ફરિયાદો વચ્ચે સ્થાનિક પોલીસની આળસ ઊડતી નહોતી. તેવામાં મહિલા પોલીસ મથકે શહેરના સેક્ટર-1માં આવેલા સ્પામાંથી દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ કર્યો હતો અને બે શખ્સની અટક કરી હતી. આ સંકુલમાં આવેલા અમુક સ્પામાં મસાજની આડમાં દેહવિક્રયનો ધંધો થતો હોવાનું અગાઉ પણ ફલિત થઇ ચૂક્યું છે, તેમ છતાં સ્થાનિક પોલીસની આળસ ન ઊડતી હોય તેમ કોઇ જ ખાસ કાર્યવાહી આવા સ્પામાં કરવામાં આવી નથી. થોડા સમય પહેલાં મહિલા પોલીસ મથકના અધિકારીઓ, કર્મચારીઓએ આવા સ્પામાં આશ્ચર્યજનક તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન આજે અહીંના સેક્ટર-1માં આવેલા આરબ થાઇ સ્પામાં મસાજની આડમાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,આ સ્પામાં એક ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો.તેની સાથે તમામ વાતો બાદ કૂટણખાનાનું અસલી રૂપ બહાર આવતાં પોલીસે ત્યાં છાપો માર્યો હતો.
અને કૂટણખાનું ચલાવતા આદિપુર વોર્ડ 6-બીના સ્પાના સંચાલક એવા જયેશ કિશનચંદ ભાનુશાળી તથા હાઉસકીપિંગ અને સ્પામાં કમિશન એજન્ટનું કામ કરતા નરેશકુમાર ભૂરારામ દાંગીને પોલીસે પકડી પાડયો હતો.આ શખ્સો ગાંધીધામ, વલસાડ અને દિલ્હીની બે એમ ચાર મહિલા પાસેથી દેહવિક્રય કરાવતા હતા.આ સ્પામાંથી રોકડ રૂા.44,750, બે મોબાઇલ, ડી.વી.આર.,દેહવિક્રયને આનુષંગિક સામગ્રી એમ કુલ રૂા.55,750નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહીમાં મહિલા પોલીસ મથકના પી.આઇ.બી.એલ.પરમાર, પી.એસ.આઇ.પી.બી.મહેશ્વરી, સ્ટાફના નીતિન ગોસ્વામી, ભાવનાબેન ચૌધરી, કિંજલબા ઝાલા વગેરે જોડાયા હતા. મહિલા પોલીસ મથકની આવી કામગીરીથી અન્ય સ્પાના સંચાલકોમાં ફફડાટ પ્રસર્યો હતો.

મારા WhatsApp સમૂહમાં જોડાવા માટે આ લિંકનું અનુસરણ કરો: https://chat.whatsapp.com/EZnGVcI8K2k92KGIpibzUk
 ( ફેસબુક પેજ પર જૉડાવ લિંક) 
     https://www.facebook.com/machhunewsmorbi?mibextid=ZbWKwL
     
    અમારા ન્યુઝમાં નવા નવા વિડીયો જોવા youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો 👇 લિંક 
https://youtube.com/@machhunewsmorbi
    
     મચ્છુ ન્યુઝ મોરબી youtube ચેનલ માં અને ફેસબુક પર ગુજરાતના તમામ નાના-મોટા સમાચાર જોવા માટે તેમજ તમારી આસ પાસ ન્યૂઝ નેં લગતાં સમાચાર આપવા માટે આ મોબાઈલ નંબરનો કોન્ટેક્ટ કરો.MO : 9913623970 ન્યૂઝ તંત્રી શ્રી કાળુભાઈ કે પાચીયા મૉરબી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !