ગુજરાતમાં ચમત્કાર 2 દિવસથી સાબરકાંઠામાં જમીનમાંથી નીકળી રહ્યા છે ધૂમાડા, લોકોના પગ દાઝ્યા, ફાયર વિભાગ પણ ફેલ .....

Machhu news morbi
સાબરકાંઠામાં હાલમાં એક ચમત્કારની ઘટના સામે આવી છે. જમીનમાંથી ધુમાડા નીકળી રહ્યો હોવાની ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ફાયરની ટીમ દ્વારા પાણી છાંટવામાં આવતાં સામાન્ય બ્લાસ્ટ થયો હતો. જેમાં ફાયર ઓફિસર ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.
જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજના નનાનપુરમાં ચોંકાવનારી ઘટના બની ત્યારે કોઈને વિશ્વાસ પણ નહોતો આવતો. જમીનમાંથી અચાનક વરાળ નિકળતો વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. ફાયર વિભાગે તેની પર પાણી નાંખ્યું હતું, જ્યારે પાણી નાખતા સામાન્ય બ્લાસ્ટ પણ થયો જેનાથી ફાયર ઓફિસર ઘાયલ થયા અને લોકોમાં વધારે ચર્ચા થવા લાગી.
ગઇકાલની જો વાત કરીએ તો એક મહિલાના પગ પણ દાઝ્યા હતા. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર ઘટના સ્થળે આવી પહોંચ્યું છે. તંત્ર દ્વારા જેસીબી બોલાવી ઘટના અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. લોકો જમીનમાંથી નીકળી રહેલા ધુમાડાને જોવા ઉમટી રહ્યા છે. સતત બે દિવસથી આ ઘટના બની રહી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !