ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી શહેર હજુ અનેકવિધ સુવિધાઓથી વંચિત છે જેમાં એફએમ રેડિયો જેવી સુવિધા પણ હજુ મોરબીને મળી નથી ત્યારે મોરબીના નાગરિકે ધારાસભ્ય સમક્ષ એફએમ રેડિયો સુવિધાની માંગ કરી છે.
મોરબીના રહેવાસી શૈલેશભાઈ લવાએ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને રજૂઆત કરી જણાવ્યું છે કે ધારાસભ્ય તરીકે તમે મોરબીના નાગરિકોને સુખ સુવિધા આપવા તત્પર રહ્યા છો ત્યારે મોરબીના લોકોને એફ.એમ. રેડિયોની સુવિધા મળી રહે તે જરૂરી છે મોરબીની પ્રજા FM રેડિયોની આતુરતાથી રાહ જોઈ રહી છે જેથી એફએમ રેડિયોની સુવિધા અપાવવા અરજ કરવામાં આવી છે