ધી અમદાવાદ ઇલેક્ટ્રીકલ રિટેલર અને કોન્ટ્રાકટર એસોસિએશનનો સ્નેહમિલન સાથે એક્ઝિબેશન કાર્યકમ યોજાયૉ.

Machhu news morbi
  1. ધી અમદાવાદ ઇલેક્ટ્રીકલ રિટેલર અને કોન્ટ્રાકટર એસોસિએશનનો સ્નેહમિલન સાથે એક્ઝિબેશન કાર્યકમ યોજાયૉ.

    • છેલ્લા 30 વર્ષથી કાર્યરત એવા અમદાવાદ જિલ્લાના ઇલેક્ટ્રિકલ કંપનીઓના અલગ અલગ રિટેલર અને કોન્ટ્રાકટરના સાથ સહયોગથી એક એસોસિએશન ચાલી રહ્યું છે જેના દ્વારા 

એક સુંદર એક્ઝિબેશન સાથે સ્નેહમિલન કાર્યક્રમ અમદાવાદના ભાડજ પાસે એસ.પી.રિંગરોડ પર આવેલા એવરગ્રીન પાર્ટી પ્લોટ રાખવામાં આવ્યું હતું 
આ એક્ઝિબેશનનો મુખ્ય હેતુ એ છે કે દરેક વેપારીઓને ખબર પડે કે દરેક કંપનીઓની પ્રોડક્ટ જોવે જાણે સમજે અને કઈ પ્રોડક્ટ નવી માર્કેટમાં આવી રહી છે તે ખબર પડે સાથે નવીન ટેક્નોલોજી સાથે કઈ પ્રોડક્ટ માર્કેટમાં આવશે તેવી સંપૂર્ણ માહિતી વેપારીને મળી રહે તેવો પ્રયત્ન એક્ઝિબેશનમાં એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો.
આ એક્ઝિબેશનમાં આશરે 50 થી વધુ અલગ અલગ કંપનીના સ્ટોર રાખવામાં આવ્યા હતા જેમાં 5000 જેટલા વેપારીઓએ  એક્ઝિબેશનમાં આવીને માહિતી પ્રાપ્ત કરીને એક્ઝિબેશનનો લાભ લીધો હતો
જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના  વિભાગના અધિક્ષક ઈજનેર કનકભાઈ ઓઝા,એક્ઝુયુટીવ એન્જીનીયર જીજ્ઞેશભાઈ,અમદાવાદ ઇલેક્ટ્રીકલ રિટેલર એન્ડ કોન્ટ્રાક્ટર એસોસિએશન પ્રમુખ ભુપેન્દ્રભાઈ સાથે  એસોસિએશનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
    મચ્છુ ન્યુઝ મોરબી ચેનલ. ક્રાઈમ બ્યુરો ચીફ          અફજલખાન પઠાણ સાણંદ
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !