હળવદના રાતાભેર ગામે ખાણ ખનીજ વિભાગનો સપાટો: ૪ ટ્રેકટર, જેસીબી મશીન. સહીત જપ્ત.

Unknown

છેલ્લા.કેટલાક સમયથી હળવદ વિસ્તારમાં સફેદ માટી નો ધંધો ખુલ્લેઆમ ફુલ્યો ફાલ્યો છે. અનેક વાર ગ્રામજનો રજૂઆત કરવા આવી હતી. ત્યારે મોરબી ખાણ ખનીજ ખાતા દ્વારા રવિવાર મોડી સાંજે ્ રાતાભેર ગામે ખનીજ ચોરી કરી રહેલા ચાર ટ્રેક્ટર એક જેસીબી મશીન અને એક ડમ્પર ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ડમ્પર ને પોલીસ હવાલે કરી તેમજ ચાર ટ્રેક્ટર અને જેસીબી રાતાભેર ગ્રામ પંચાયત કચેરી ખાતે સોંપવામાં આવ્યા હતા.ખનીજ ચોરી થયેલી જમીનનું માપ કરી અને તેનો દંડ ફટકારવામાં આવશે તેવું ખાણ ખનીજ વિભાગના અધિકારી જે.એસ.વાઢેર જણાવ્યું હતું.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !