પુન:નિર્માણ કાર્યોને અસર બદરીનાથ પણ પ્રભાવીત
આસ્થાની ભૂમિ અને પ્રકૃતિનાં અદભુત સ્વરૂપ ધરાવતાં વિશ્વ વિખ્યાત કેદારનાથમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ આખરે બરફવર્ષા શરૂ થઈ છે. જેના કારણે અહીં પુન: નિર્માણના કામને અસર પણ થઈ છે. વિશ્વ વિખ્યાત કેદારનાથ ધામમાં લાંબા સમય બાદ અંતે બરફવર્ષા થઈ છે.જેના કારણે કેદારનાથ ધામમાં બરફનું સામ્રાજય છવાઈ ગયુ છે.
બરફવર્ષાના કારણે કેદારનાથ ધામના તાપમાનમાં પણ ભારે ઘટાડો થયો છે.બીજી બાજુ કેદારનાથ ધામમાં બરફવર્ષાના કારણે ધામમાં ચાલી રહેલા પુન:નિર્માણ કાર્યને અસર થઈ છે. ગત વર્ષની વાત કરીએ તો આ દિવસોમાં કેદારનાથ ધામમાં પાંચ ફૂટથી વધુ બરફ ઢંકાયેલો રહેતો હતો.હાલ મોહે મોડે પણ ધામમાં બરફ વર્ષા થવાની બરફની સફેદ ચાદર ધામમાં પથરાઈ ગઈ છે.