યદુવંશી સમસ્ત ભરવાડ સમાજ થરા ખાતે ભરવાડ સમાજની ગુરુગાદી ઝાઝાવડા માં ૩૦૦૧ દિકરી યુ ના સમુહલગ્ન કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપક .....

Machhu news morbi
        યદુવંશી સમસ્ત ભરવાડ સમાજ 
થરા ખાતે ભરવાડ સમાજની ગુરુગાદી ઝાઝાવડા દેવસ્થાન દ્વારા આયોજિત બ્રહ્મલીન મહંતશ્રી શિવપુરીજી બાપુના પંચામૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું. પૂ. શ્રી રમેશભાઈ ઓઝા, પૂ. મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુ સહિત ભાવિકોના સાનિધ્યમાં આ પ્રસંગ ધર્મ, ભક્તિ અને સમાજસેવાનો સંગમ બની રહ્યો.
પંચામૃત મહોત્સવના ભાગરૂપે ૩૦૦૧ દીકરીઓના સમૂહલગ્નનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભરવાડ સમાજે સંપ, સમર્પણ અને સહકારથી સર્વાંગીણ વિકાસ સાધ્યો છે. શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની ભરવાડ સમાજની ઉત્કંઠાને હું બિરદાવું છું.
ગુજરાત  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ગુહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ શંકરસિંહભાઈ ચૌધરી તમાંમ રાજકિય આગેવાનો એ સમસ્ત ભરવાડ સમાજની ૩૦૦૧ દીકરીઓને આશિર્વાદ આપ્યા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !