મોરબી : મોરબીમાં વિકૃત માનસિકતાની હદ વટાવતી હેવાનીયતભરી શરમજનક ઘટના-દુષ્કર્મ

Machhu news morbi
બે નરાધમોએ હેવાનીયતભર્યું દુષ્કર્મ આચાર્ય બાદ વૃદ્ધાને ઢોર માર મારતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

ભોગ બનનારના પરિવારજનો અને સમાજના લોકો સિવિલે ઉમટીને ભારે આક્રોશ ઠાલવ્યો

ઘટનાને પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બન્ને આરોપીઓને ઝડપી લીધા

મોરબી : મોરબીમાં વિકૃત માનસિકતાની હદ વટાવતી હેવાનીયતભરી શરમજનક ઘટના સામે આવી છે. જેમાં બે નરાધમોએ પોતાની હવસ સંતોષવા અંદાજે 60 વર્ષના વૃદ્ધ ઉપર નજર બગાડી, કારમાં અપહરણ કરી રાક્ષસોને પણ શરમાવે તેવું અધમ કૃત્ય આચર્યું હતું. આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજારીને ઢોર માર મારતા તેણીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.આથી સિવિલમાં તેમના સમાજના ટોળે ટોળે ઉમટીને ભારે આક્રોશ ઠાલવતા પોલીસે તુરત જ ફરિયાદ નોંધી છે અને બન્ને આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.
શરમજનક કૃત્યની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર ગામના તળાવ પાસે ગત મોડી રાત્રે 60 વર્ષની વૃદ્ધા સફાઈ કામ કરી રહયા હતા ત્યારે રાત્રે 2થી અઢી વાગ્યા દરમિયાન સફાઈ કામ કરતી આ વૃદ્ધા ઉપર બે નરાધમોએ પોતાની વાસના સંતોસવા તેમના ઉપર નજર બગાડી હતી. અને આશિષ અને પંકજ નામના વાસનામાં હેવાન બનેલા આ બન્ને શખ્સો સ્વીફટ કારમાં આવીને વૃદ્ધાને ધારીયાની અણીએ કારમાં બેસાડી દીધા હતા. જો કે આ ઘટના દરમિયાન મયુરભાઈ નામના વ્યક્તિ પણ ત્યાં આવતા બન્નેને પડકારતા બન્ને શખ્સોએ મયુરભાઈ પર ધારિયાનો ધા કરીને સ્વીફટ કારમાં વૃદ્ધાનું અપહરણ કરી અવાવરું જગ્યાએ લઇ જઈ વૃદ્ધાએ બુમાબૂમ કરતા આશિષએ પોતાના હાથથી વૃદ્ધાનું મોઢું બધ કરી બન્ને નરાધમોએ વૃદ્ધા ઉપર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં ધરિયા વડે વૃદ્ધાને હાથમાં અને પગમાં ઈજા કરી તેમજ શરીરે મુંઢ માર મારી ઈજા કરી ગાળો આપી હતી અને આ વાત કોઈને કહીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા.દરમિયાન વૃદ્ધાને ગંભીર ઇજા થતાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ પણ દોડી ગઈ હતી અને બન્ને નરાધમો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. જો કે આજે સવારે ભોગ બનનારના સમાજના લોકો સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. જો કે આ ગંભીર બનાવમાં પોલીસે પણ તત્કાળ કાર્યવાહી કરીને બન્ને આરોપીઓને સંકજામાં લઇ લીધા હોવાનું જાણવા મળે છે. વૃદ્ધા ઉપર આ હેવાનીયત ભરી ઘટનાથી મોરબી ખળભળી ઉઠ્યું હતું અને બન્ને નરાધમો ઉપર ફિટકારની લાગણી વરસાવી હતી.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !