ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી તરણેતર લોકમેળાનો પ્રારંભ : ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિશિષ્ટ આવરણ લોન્ચ કરાયું.

Machhu news morbi
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ સમગ્ર દેશમાંથી અનેક શ્રધ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને પંચાયત વિભાગ દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું સુચારુ આયોજન કાર્ય કરવામાં આવ્યું છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, આ મેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણીનું, કલાકારો માટે કલાના પ્રદર્શનનું અને હળવા મળવાનું, ફરવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. મેળામાં મહાલવા સાથે સ્વચ્છતા જાળવવા જિલ્લા વહીવટી તંત્રને સહયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પણ તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતું વિશિષ્ટ આવરણ લોન્ચ કરાયું હતું. ત્રિનેત્રેશ્વર મહાદેવના પુજન–અર્ચન બાદ ઉપસ્થિત મહાનુભાવોએ પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લા મુકયા હતા. બાદમાં તરણેતર લોકમેળાના મેળાના આકર્ષણ સમા ગ્રામીણ ઓલિમ્પિક અને વિસરતા વારસાનું જતન અને સંવર્ધન માટે મેળામાં યોજાયેલી દ્વિતીય પારંપારિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ચોટીલા નાયબ કલેકટર હરેશ મકવાણા, પ્રાંત અધિકારી સર્વ હર્ષદીપ આચાર્ય, કુલદીપ દેસાઈ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા, પદાધિકારીઓ, અગ્રણીઓ સહિત સંબધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !