સોમવારે વિરાણી સ્કૂલમાં વિજ્ઞાન જાથાનો જાગૃતિ કાર્યક્રમ યોજાશે.

Machhu news morbi
સોમવારે વિરાણી સ્કૂલમાં વિજ્ઞાન જાથાનો જાગૃતિ કાર્યક્રમ યોજાશે

રાજકોટ વિરાણી સ્કૂલમાં જાથાનો અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાશે

ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે.

છાત્રોના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે.

જાથાના જયંત પંડયા ધારદાર વકતવ્ય આપશે.

જાથાનો ૧૦૦૬૨ મો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે.

અમદાવાદ : રાજકોટ વિરાણી સ્કૂલના છાત્રો, વાલીમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ શાળાના મધ્યખંડમાં સોમવારે તા. ૯ મી જુનના રોજ સવારે ૧૦-૦૦ કલાકે યોજવામાં આવેલ છે. જેમાં જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો ઉપર ધારદાર વકતવ્ય આપી વૈજ્ઞાનિક સમજ આપશે.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન કેમ્પસ ડાયરેકટર સુનિલભાઈ સોલંકી અને મિતલબેન રાવલ હસ્તે કરવામાં આવશે. શાળાના શિક્ષકો ખાસ હાજરી આપશે.

ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ-લોહી નીકળવું, હાથ-માથા ઉપર દીવા રાખવા, ધૂણવું-સવારીની ડીંડક લીલા, જીભની આરપાર ત્રિશુલ નાખવું, મનગમતી મીઠાઈ ખવડાવવી, કાનેથી ચિઠ્ઠી વાંચવી, અગ્નિનું આપોઆપ સળગવું, સંમોહન, ભુવાની સાંકળ મારવાની ધતિંગલીલા, હઝરતમાં જોવું, બેડી તુટવી, ધર્મશ્રદ્ધાની આડમાં હાથચાલાકીના પ્રયોગોનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવશે.

પ્રયોગ નિદર્શનમાં મીમીક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવ, જાથાના રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, તુષાર રાવ, નિર્ભય જોશી, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, ભાવનાબેન વાઘેલા, ભાનુબેન ગોહિલ, કાર્યકરો ભાગ લેવાના છે.

વિરાણી સ્કૂલમાં સત્રના પ્રારંભે નવતર કાર્યક્રમ જ્ઞાન-વિજ્ઞાનનો યોજી પહેલ કરી પથદર્શક સાબિત થયા છે. છાત્રોના પ્રશ્નોના જવાબ જાથા આપશે. વૈજ્ઞાનિક પ્રયોગોમાં રસાયણ વિજ્ઞાનનો ચમત્કારોની વાત કરવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા સુનિલભાઈ સોલંકી, મિતલબેન રાવલ, શાળાના શિક્ષકો જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજયમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.

માન. તંત્રીશ્રી

આપશ્રીના અખબારમાં મેટર પ્રગટ કરવા પ્રાર્થના. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.

ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !