વાંકાનેરના રાણા પરિવાર દ્વારા ખેરાળી મુકામે તા. ૧ એપ્રિલથી ભાગવત કથાનું આયોજન
વાંકાનેર શહેરમાં દિગ્વિજય નગર ખાતે કુદરતના ખોળે આશ્રમ તથા ગૌશાળા તેમજ ભૂખ્યાને ભોજન જેવી અનેકવિધ સેવાઓ કરતા સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર કૈલાશ આશ્રમના અધ્યક્ષ શાસ્ત્રી પ્રભુલાલજી મહારાજની ભાગવત કથા સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામે તારીખ 1 એપ્રિલ થી 7 એપ્રિલ સુધી યોજાશે.
આ ભાગવત કથાનું આયોજન રાણા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. આ કથાના પ્રેરક વઘાસીયા ગામમાં આવેલ શ્રી લીલાધરા યોગ આશ્રમના મહંત નિખિલ દેવજી મહારાજની પ્રેરણાથી થવા જઈ રહ્યું છે ત્યારે રાણા પરિવાર દ્વારા ભાગવત કથામાં આવતા વામન જન્મ, રામ જન્મ કૃષ્ણ જન્મોત્સવ, કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ તેમજ સુદામા ચરિત્ર દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે. આ ભાગવત કથાનો લાભ લેવા રાણા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવે છે કથાનો સમય સવારે ૯ થી ૧૨ તેમજ બપોરે 3 થી 6 નો રહેશે તો દરેક ભગવદ ભક્તોએ આ કથાનો લાભ લેવા રાણા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.