ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓ અંગે મંગળવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે જેમાં મોરબી જીલ્લાના પંચાયત વિભાગ હસ્તકના વર્ગ ૩ ના ૪૦૦ થી વધુ કર્મચારીઓ જોડાશે જેથી આરોગ્ય સેવાઓ પ્રભાવિત થશે.આરોગ્ય કર્મચારી મહાસંઘ મોરબી (સૂચિત) દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે પંચાયત વિભાગના વર્ગ ૩ ના આરોગ્યના એમ.પી.એચ.ડબલ્યુ, એફ.એચ. ડબલ્યુ, એમ.પી.એચ.એસ., એફ. એચ.એસ અને ટીએચએસ, ટીએચવી અને જીલ્લા કક્ષાના સુપરવાઈઝર ભાઈઓ-બહેનો, ટેકનીકલ કેડર સહિતના કર્મચારીઓ પડતર પ્રશ્નો બાબતે અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે વર્ગ ૩ આરોગ્યના કર્મચારીઓના ફિક્સ અને ફૂલ પગાર મેળવતા કર્મચારીઓની પડતર માંગણીઓનું નિરાકરણ આવ્યું નથી જેથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરાયું છે. અને મોરબી જીલ્લાના તમામ કર્મચારીઓ જોડાશે.
મોરબી જીલ્લાના 400 થી વધુ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા
માર્ચ 17, 2025
Tags