માટેલ ગામની સીમમાં યુવાનને શ્વાસની બીમારી હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર માટે ખસેડાયો હતો જ્યાં યુવાનનું મોત થતા પોલીસે તપાસ ચલાવી છે.
મૂળ મથુરાના વતની અને હાલ વાંકાનેરના માટેલ રોડ પર સ્પોલો સિરામિકમાં રહીને કામ કરતા અભિષેક મનોજભાઈ જૈન (ઉ.વ.૨૮) નામના યુવાનને શ્વાસની બીમારી હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતા તા. ૧૧ ના રોજ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ચાલુ સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.