તા. 21/11/2024 ને ગુરુવારે બીલીમોરામાં વિના મુલ્યે યોજાયેલ નેત્રયજ્ઞમાં ૫૭ દર્દીઓએ લાભ લીધો.

Machhu news morbi
તા. 21/11/2024 ને ગુરુવારે બીલીમોરામાં વિના મુલ્યે યોજાયેલ નેત્રયજ્ઞમાં ૫૭ દર્દીઓએ લાભ લીધો.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલિમોરા , રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ નવસારી તથા લાયન સ્વ. આચાર્ય સુમનભાઈ જોષીની સ્મૃતિમાં સંયુક્ત ઉપક્રમે નવેમ્બર માસમાં ત્રીજા ગુરુવારે સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૩૦ કલાક સુધી એમ.વી.શાહ જાયન્ટ્સ હોલ , કલ્યાણ ચેમ્બર બીલીમોરામાં નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ .

કેમ્પમાં આંખની તકલીફ ધરાવતા ૫૭ દર્દીઓને રોટરી આઇ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફની માનદ સેવા પ્રાપ્ત થઈ હતી.

આંખની તકલીફવાળા ૫૭ દર્દીઓમાં મોતિયાના ૧૭ દર્દીઓને વધારે ચકાસણી માટે તેમની સાથે એક સહાયક દ્રારા નવસારી આઇ હોસ્પિટલમાં અત્યાધુનિક ચકાસણી માટે બીલીમોરાથી વાનમાં વિનામુલ્યે લઇ જવામાં આવસે અને જરૂર જણાયતો દર્દીના આંખના ઓપેરશન પછી દર્દીને નવસારીથી વાનમાં બિલીમોરા પરત લાવવામાં આવશે. ૨૫ દર્દીઓને નજીકના નંબરના ચષમાં આ કેમ્પમાં વિનામૂલ્યે આપવામાં આવ્યા .

જાયન્ટ્સ ગ્રુપના સુવર્ણ જયંતી પ્રમુખ પ્રા.બી.એચ.પટેલ યુનિટ ડાઇરેક્ટર સુમનભાઈ.સી.પટેલ , પ્રોજેક્ટ ચેરમેન હસમુખભાઈ એમ.પટેલ , ખજાનચી ફિરોઝભાઈ જે.વરિયાવા , સ્વ.આચાર્ય સુમનભાઈ એન.જોષીના સુપુત્ર દાતા ઉર્વિષભાઈ જોષી તથા સક્રિય કારોબારી સભ્યો નીતિનભાઈ સી.ગાંધી અને શૈલેષભાઈ પટેલે કાર્યક્રમને સફળતા અપાવી .
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !