*ભાયાવદર નગરપાલિકા દ્વારા શેરી નાટકો થકી અપાયો સ્વચ્છતાનો સંદેશ*
રાજકોટ, તા. ૨૨ સપ્ટેમ્બર - ગુજરાત રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ અને ૧૫૭ નગરપાલિકાઓમાં સ્વચ્છતા અભિયાન નિમિત્તે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે ભાયાવદર નગરપાલિકા દ્વારા તા. ૨૨ના રોજ શહેરના વિવિધ સ્થળો ખાતે "સ્વચ્છતા હી સેવા” શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ નાટકમાં જ્યાં-ત્યાં કચરો ફેંકવાના બદલે કચરાપેટીમાં નાખવા, પાણીનો બચાવ કરવા, પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવો વગેરે જેવા પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યા હતા.