સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ બાવળો, વનસ્પતિ, ઝાડી - ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ.

Machhu news morbi
*સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ બાવળો, વનસ્પતિ, ઝાડી - ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ*
૦૦૦૦૦
*રાજસીતાપુર – ભારદ – સરવાળ રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળોને જે.સી.બી.ની મદદથી દૂર કરતો માર્ગ અને મકાન વિભાગ*

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગોની બંને બાજુએ બાવળો, વનસ્પતિ, ઝાડી - ઝાંખરા ઉગી નીકળ્યાં છે. આ નડતરરૂપ બાવળો અને વનસ્પતિથી માર્ગો પર પસાર થતા સમયે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. 

જિલ્લા કલેકટર શ્રી કે.સી. સંપટ ના દિશા - નિર્દેશ હેઠળ વાહન ચાલકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુસર માર્ગ અને મકાન વિભાગ દ્વારા બાવળો અને ઝાડી - ઝાંખરા દૂર કરવાની કામગીરી જે.સી.બી.ની મદદથી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજસીતાપુર – ભારદ – સરવાળ રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળોને જે.સી.બી. ની મદદ થી દૂર કરી રસ્તો સાફ કરવામાં આવ્યો હતો.
૦૦૦૦૦
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !