*ગણેશોત્સવ દરમ્યાન વીજ અકસ્માત નિવારણ અંગે તકેદારી રાખવાના પગલાં*
*રાજકોટ તા. ૦૬ સપ્ટેમ્બર -* ગણેશચતુર્થીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. શહેરમાં પૂર્વ તૈયારીઓ સાથે ધમધમાટ શરૂ થઈ ગઈ છે. તે સમયે ગણેશજીની મૂર્તિની સ્થાપના સમયે વીજ અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે વીજ અકસ્માતમાં તકેદારી રૂપે પગલાંઓ ધ્યાનમાં રાખવાના હોય છે.
જેમાં, શ્રી ગણેશજીની મુર્તિ લાવતી તેમજ લઈ જતી વખતે પી.જી.વી.સી.એલ.ની કેબલ તથા ખુલ્લી હળવા (૪૪૦ વોલ્ટ) કે ભારે દબાણ (૧૧૦૦૦ વોલ્ટ)વીજ લાઈન અને શ્રી ગણેશજીની મુર્તિની વચ્ચેનું અંતરે ઓછું જણાય તો વિના વિલંબે નજીકની પેટા-વિભાગીય કચેરીનો સંપર્ક સાંધી વીજ-કંપનીના માર્ગદર્શન મુજબ મુર્તિ વીજ લાઈનની નીચે થી પસાર કરવી, જે ખુબ જ અગત્યનું છે.
શ્રી ગણેશજીની મુર્તિની પાછળ લોખંડની ફેમ જેવી બનાવટ ઉપર ઊભા રહીને ભક્તો દ્વારા ભીના લાકડા અથવા અન્ય કોઈ પણ સાધન વડે વીજ લાઈન ને ઊંચી કે નીચી કરવી નહીં. જેથી વીજ લાઈનો ભેગી થવાનો તથા તણકા (સ્પાર્ક) થવાનો ભય રહેલ છે. જેનાથી મોટી જાનહાનિ થઈ શકે છે.
વરસાદી માહોલ હોય કોઈ પણ ભીના સાધનોની વીજ લાઈન ને ચેડાં કરવા નહીં. શ્રી ગણેશજીની મુર્તિ તેમજ મંડપ/પંડાલની સ્થાપના સમયે વીજ લાઈનની નીચે કે નજીક કરવી નહીં.
જે જગ્યા એ શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે તે જગ્યા એ જરૂર હોય ત્યાં અગાઉથી હંગામી વીજ જોડાણ મેળવી લેવું. લંગર વાયર અથવા અન્ય કોઈ પણ રીતે વીજ વપરાશ કરવો નહીં.
શ્રી ગણેસજીની મુર્તિના મંડપ/પંડાલમાં વીજ અકસ્માત નિવારવા R.C.C.B/E.L.C.B નો ઉપયોગ અવશ્ય કરવો. કોઈક કારણસર અન્ય અઘટિત ઘટના બને તો તાત્કાલિક નજીકના પી.જી.વિ.સી.એલનો સંપર્ક કરવો.
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*