*મોરબી ખોખરા હનુમાનજી હરીહરધામ ખાતે શ્રીમદ ભાગવત કથામાં બંદોબસ્તમાં રહેલા પીએસઆઈએ મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું.*
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રાની ઉમદા કામગીરીથી બાબા બાગેશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી પ્રસન્ન થયા ફુલહાર પહેરાવી ધન્યવાદ કહી બાગેશ્વર ધામ આવવા આમંત્રણ આપ્યું.
મોરબી ખોખરા હનુમાનજી હરીહરધામ ખાતે આજરોજ શ્રીમદ્ ભાગવદ્ કથાનું સમાપન થયું હતું ખોખરા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય શ્રીમદ્ ભાગવત કથાનુ આયોજન કરાયું હતું જે કથાનું રસપાન કરવા દરરોજ બહોળી સંખ્યામાં ભક્તો કથાનું શ્રવણ કરવા પધારતા પરંતુ આજે છેલ્લા દિવસે બાગેશ્વર ધામથી બાબા બાગેશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી પધાર્યા હતા જેમની આવકગતા સ્વાગતા માટે મોટીસંખ્યામાં સંતો મહંતો નામી મહેમાનો અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેથી બાબા બાગેશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વ્યવસ્થા મોરબી તાલુકા પોલીસ મથકના બાહોશ નિડર પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રાને તમામ જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં તે ખરા ઉતરી મોરબી પોલીસનુ ગૌરવ વધારી રંગ રાખ્યો હતો આજે આજરોજ મોરબી ખોખરા હનુમાનજી હરીહરધામ ખાતે શ્રીમદ ભાગવત કથા દરમિયાન બાગેશ્વર ધામથી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી આવી પહોંચતા જાંબાઝ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અરૂણ કુમાર મિશ્રાના માર્ગદર્શન હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેમા ચકલું ન ફરકે તેવા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે બાબા બાગેશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી કથા પુર્ણ કર્યા પછી રવાના થયા હતા. પરંતુ બાબા બાગેશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી મોરબી તાલુકા પીએસઆઇની ઉમદા કામગીરીથી ભારે પ્રસન્ન થયા હોય તેમ પોતાના ગળામાંથી ફુલહાર માળા ઉતારી પીએસઆઇની ઉમદા કામગીરી ઉડીને આંખે વળગી હોય તેમ પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રાને પહેરાવી બાગેશ્વર ધામ ખાતે આવવા આમંત્રણ પાઠવ્યું હતું જેના ઉપરથી કહી શકાય કે જગવિખ્યાત બનેલા બાબા બાગેશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીના આમંત્રણથી મોરબી પોલીસનુ ગૌરવ વધારી પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રા છવાઈ ગયા હતા. જેમની લોખંડી સુરક્ષા પુરી પાડવા બદલ ખુશ થઈને ઉમદા કામગીરીને બિરદાવી ફુલહારની માળા પીએસઆઇને સુપ્રત કરી સન્માનિત કર્યા હોય તેમ માળા આપીને બાબા બાગેશ્વર ધામ આવવા આમંત્રણ આપ્યું હતું.