રજાના દિવસે પણ કાર્યરત રહેલું જિલ્લા વહીવટી તંત્ર ભારે વરસાદના સરગ્રસ્તોને કેશ ડોલ્સ, ઘરવખરી અને પશુમૃત્યુની સહાય રવિવારે પણ ચૂકવાઇ
કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક રાજકોટ તા. ૧ સપ્ટેમ્બર - તાજેતરમાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકોને મળવાપાત્ર સહાય ચૂકવવા માટે રવિવારની જાહેર રજાના દિવસે પણ સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર કાર્યરત રહ્યું હતું.
અને અસરગ્રસ્તોને કેશ ડોલ્સ, ઘરવખરી સહાય તથા પશુમૃત્યુ સહાયના ચૂકવણા કરવામાં આવ્યા હતા.કલેકટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ તાલુકાઓના પ્રાંત અધિકારીઓ, મામલતદારો તથા ચીફ ઓફિસરો પાસેથી નુકસાની સહાય/કેશડોલ્સના સર્વે /ચૂકવણાં તથા પશુઓના મૃત્યુ અંગેની સહાય સહિત તમામ બાબતોની વિગતો મેળવી હતી, તથા આ સહાય ચૂકવવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સમગ્ર રાજકોટ જિલ્લા તથા શહેરના કુલ ૨૪૭૫ લાભાર્થીઓને કેશ ડોલ્સ ચુકવાઇ ગઈ છે. ૪૬ વ્યક્તિઓને ઘરવખરીની સહાય અપાઈ ગઈ છે તથા ૧૦૫ જેટલા પશુઓના મૃત્યુ અથવા ઈજા અંગેની સહાયનુ ચૂકવણું થઈ ગયું છે. આ સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી ચેતન ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ. કે. વસ્તાણી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રી વંગવાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઇલાબેન ગોહિલ, પ્રાંત અધિકારીઓ સર્વશ્રી મહેક જૈન, શ્રી ચાંદની પરમાર અને શ્રી વિમલ ચક્રવર્તી કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સંબંધિત તાલુકાઓના લાયઝન અધિકારીઓ,મામલતદારો, ચીફ ઓફિસર્સ, તાલુકા વિકાસ અધિકારીઓ વગેરે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.