વઢવાણ થી જુનાગઢ જવા પગપાળા સંઘ રવાના:100 ભક્તો જોડાયા
પ્રથમ નોરતે ગાત્રાળ માતાજી ના શરણે માથું ઝુકાવસે
વઢવાણ થી જુનાગઢ ગાત્રાળ માતાજીના મંદિરે પગપાળા સંઘ પ્રસ્થાન કર્યો છે જેમાં 100 થી વધુ લોકો જય ગાત્રાળ માતાજીના નાદ સાથે આ સંઘ પ્રથમ નોરતે ગોધમાં ડુંગરે માતાજીના ચરણમાં શીશ ઝૂકાવસે
આથી ગાત્રાળ માતાજીના દર્શન માટે નવરાત્રીના પ્રથમ નોરતે હજારો ભક્તો પહોંચશે વઢવાણ શહેરમાંથી છેલ્લા 28વર્ષથી પગપાળા સંઘ નીકળી છે ત્યારે વઢવાણ થી આજે ગુરુવારે પગપાળા સંઘ રવાના થઈને 29માં વર્ષની પરંપરા જાળવી હતી
આ તકે વઢવાણ ભરવાડ સમાજ વડીલો આગેવાન શ્રી સંજય કાટોડીયા વિક્રમભાઈ. ભીમાભાઇ. વેલાભાઈ એ જણાવ્યું હતું કે વઢવાણ થી 100 ભક્તો નો સંઘ પગપાળા જવા રવાના થયો છે 250 કિમી ચાલીને ને પ્રથમ નવરાત્રીએ ગાત્રાળમાં ના ધામે પહોંચશે આ પગયાત્રાળુઓને મુશ્કેલી ન પડે તેના માટે સાથે ભોજન . આરોગ્ય સેવા કેન્મ પણ સાથે નું આયોજન કર્યું.