વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદના કાકા શ્રી નું દુઃખદ અવસાન પંથકમાં શોકનું મોજું ફેલાયું.
વાંકાનેરના માજી રાજવી સ્વ. પ્રતાપસિંહજી ઝાલાના નાનાભાઈ ચંદ્રભાનુંસિંહજી ઝાલાના પુત્ર કુ. ભારતેન્દ્રસિંહજી ઝાલાનું (૯૨ વર્ષની) જૈફ વયે તા. ૧૫ ને શનિવારે સ્વર્ગવાસ થયેલ છે. સદગત ભારતેન્દ્રસિંહજી ઝાલા હાલના વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના કાકાશ્રી થાય છે.
સ્વર્ગસ્થના અંતિમ સંસ્કાર માટે ગરાસિયા બોર્ડિંગ ખાતેથી સ્મશાન યાત્રા નીકળી હતી જેમાં ક્ષત્રિયો સહિત અનેક સંતો મહંતો તથા ગ્રામજનો જોડાયા હતા. સદગત નું બેસણું તા. ૧૭ ને સોમવારે સાંજે ચાર થી છ વાગ્યા સુધી રણજીત વિલાસ પેલેસ વાંકાનેર ખાતે રાખેલ છે. તેમજ તેમની ઉત્તરક્રિયા તા. ૨૧ ને શુક્રવારે રણજીત વિલાસ પેલેસ વાંકાનેર ખાતે રાખેલ છે.
રાજવી પરિવારના સભ્યનું અવસાન થવાથી પંથકમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું.
*ન્યૂઝ એહવાલ મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર એન્ડ ડેઇલી સોશિયલ મીડિયા ન્યૂઝ તંત્રી કાળુભાઈ કે પાચીયા*