*હરિયાલી ગ્રુપ ટ્રસ્ટ બીલીમોરાના પ્રમુખ પ્રા.દીપેશભાઈ.બી.પટેલ ના ૫૫માં જન્મદિવસની ઉજ્જવણી ત્રિવિધ સેવાકિય પ્રવૃતિઓ દ્વારા તા.૨૬/૦૬/૨૪ ના રોજ ઉજવાઈ*
સવારે ૮ કલાકે તેમના નિવાસ્થાનએ હરિયાલી ગ્રુપના મેન્ટર અને જાયન્ટ્સ ગ્રુપ ના પ્રમુખ પ્રા.બી.એચ.પટેલ , વૉટરહાર્વેસ્ટિંગ પ્રોજેક્ટના ચેરમેન ડૉક્ટર નીલ દેસાઈ , હરિયાલીના ખજાનચી મુકેશભાઈ પટેલ , સક્રીય સભ્ય અને જાયન્ટ્સ ગ્રુપ ના મંત્રી નીરવ.ટી.ટેલર દ્વારા *વાયુવરણ* નો છોડ આપી જન્મદિન શુભેચ્છા પાઠવી . ત્યાર બાદ તેમના નિવાસસ્થાનએ વૉટરહાર્વેસ્ટિંગ સીસ્ટમ બોરવેલ સાથે જોડાણ કરી આ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો .
સવારે ૧૦:૩૦ કલાકએ હરિયાલીના મંત્રી મેજર.ડૉ.પ્રા. ભાવેશ દેવતા સાહેબ અને તેમની એનસીસી ટીમ ના વિદ્યાર્થીઓ , જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારો , ફેડ.૩A ના ઓફિસર જાયન્ટ્સ ગિરીશભાઇ પટેલ , સભ્યશ્રી દેવાંગભાઈ રાજે , જલારામ માનવસેવા ટ્રસ્ટ બિલિમોરા ના પ્રમુખ મગનભાઈ.ટી.પટેલ , ટ્રસ્ટીશ્રી કનૈયાલાલ વર્મા તેમજ જુદી જુદી સેવા સંસ્થાઓના પ્રમુખશ્રીઓ અને સભ્યો , જીઆઈડીસી અંતલિયાંના પ્રમુખ તુષારભાઈ દેસાઈ , હરિયાલીના ઉપપ્રમુખ ડૉક્ટર. વિજયભાઈ દેસાઈ અને સભ્યો દ્વારા જન્મદિન શુભેચ્છાઓ સાથે દેસરા તળાવની આસપાસ ના વિસ્તાર માં ૫૫ વૃક્ષઓનું રોપણ અને વૃક્ષાછેર કારવામાં આવ્યું .
સવારે ૧૧:૪૫ કલાકે જલારામ મંદિર પરિસરમાં પુત્રના જન્મદિન ઉજ્જવણીના ભાગ રૂપે જાયન્ટ્સ પ્રમુખ પ્રા.બી.એચ.પટેલ દ્વારા ૨૦૩ ભિક્ષુકોને અન્ય દાતાઓ સાથે ભોજન તથા મધુર છાસ વિતરણથી તૃપ્ત કર્યા . આનંદમય વાતાવરણમાં શુભેછકો દ્વારા પ્રા.દીપેશભાઈ પટેલ નો જન્મદિન પરિવાર સાથે પૂર્ણ થયો .