*લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪*
*********************
*૬૦-દસાડા(અ.જા) વિધાનસભા મતવિસ્તારના બજાણા, પીપળી અને ખેરવા ગામે મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન*
*સવલાસ, બજાણા, પીપળી, અખીયાણા, ખેરવા, ગેડીયા, સેડલા જેવા ક્રિટિકલ મતદાન મથકોની મુલાકાત કરતાં આસિસ્ટન્ટ કલેકટરશ્રી જયંતસિંહ રાઠૌર*
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે સમગ્ર ગુજરાતમાં આગામી તા. ૭ મેના રોજ મતદાન થવાનું છે. ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લાવાસીઓ મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ૬૦-દસાડા વિધાનસભા મત વિસ્તારનાં મદદનીશ ચૂંટણી અધિકારી અને આસિસ્ટન્ટ કલેકટરશ્રી જયંતસિંહ રાઠૌર(IAS)ની રાહબરીમાં ગત ચૂંટણીમાં જે ગામોમાં મતદાન ટકાવારીનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું હોય તેવા ગામોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો વ્યાપક પ્રમાણમાં યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બજાણા, પીપળી અને ખેરવા ગામે મતદાર જાગૃતિ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોને ૧૦૦ ટકા મતદાન કરવા પ્રેરિત પણ કરવામાં આવ્યા હતા.
વધુમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને આસિસ્ટન્ટ કલેકટરશ્રી જયંતસિંહ રાઠૌરે(IAS) સવલાસ, બજાણા, પીપળી, અખીયાણા, ખેરવા, ગેડીયા, સેડલા જેવા ક્રિટિકલ મતદાન મથકોની મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે ગ્રામજનોને નિર્ભય રીતે મતદાન કરવા જણાવ્યું હતું. આ મુલાકાતમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.ડી. પુરોહિત, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વલવી ઉપસ્થિત રહ્યા હતા.