વૃદ્ધો સાથે રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેનો પરિવારે ધુળેટીના પર્વની* તિલક હોળી કરીને વૃદ્ધો સાથે ઉજવણી કરી હતી અને વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા. જામનગરમાં એમ.પી શાહ વૃદ્ધાશ્રમમાં આવેલા છે.ત્યાં વૃદ્ધો સાથે ધુળેટીના રંગોના પર્વ તિલક હોળી કરીને ઉજવવાની પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) છેલ્લા એક દસકાથી સતત પરંપરા ચાલુ રહી છે. આ વર્ષે પણ એવો તેમના પત્ની તેમના પુત્ર અને પુત્રવધુ સાથે તેઓએ વૃદ્ધો પાસે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ વૃદ્ધોને ધુળેટીના પર્વ ઉપર મ્હો મીઠું કરવાની સાથે અલ્પાહાર કરાવેલ હતું.
પછી તેઓએ આપણી હિન્દુ ધર્મની પરંપરા અને સંસ્કૃતિ મુજબ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેના પરિવરજનોએ વૃદ્ધોને તિલક હોળી કરીને વૃદ્ધોની સાથે ઉજવણી કરી હતી. જાડેજા પરિવારે વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાએ જણાવ્યું હતું કે રંગોના પર્વ ધુળેટીની જેમ વૃદ્ધોના જીવનમાં હમેશા તંદુરસ્તી,શાંતિ વાળું બની રહે તેવી પ્રાર્થના કરી હતી આ અંગે એમ પી શાહ વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી શરદ શેઠ પૂર્વ રાજ્યમંત્રી હકુભા છેલ્લા દસ વર્ષથી અહીંયા આ ધુળેટીના પર્વ ઉપર વૃદ્ધોની ઉજવણી કરે છે. તેઓ સેવાના કાર્યને બિરદાવ્યું હતુઁ તેમજ દિવાળી પછી નૂતન નવા વર્ષેનો પ્રાંરભ તેમના પરિવાર સાથે અહીંયા વૃદ્ધાશ્રમના *વડીલો ના ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા) પરિવાર આશીર્વાદ મેળવા આવે છે. વૃદ્ધોએ પણ પ્રેમપૂર્વક જાડેજા પરિવાર અને પૂર્વ મેયર ઘમેન્દ્રસિંહ ઝાલાએ સાથે વિચાર ગોષ્ઠી કરતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.