મોરબીના સીમ્પોલો ગ્રુપ દ્વારા દીવ્યાંગો સાયકલ વિતરણ કરાઈ.
મોરબીના સીમ્પોલો ગ્રુપ સિરામિક સહિતના વ્યવસાયમાં અગ્ર સ્થાન ધરાવે છે. આ ગ્રુપ દ્વારા ઉદ્યોગની સાથે અનેક સેવાકાર્યો ચલાવવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે સીમ્પોલો ગ્રુપ દ્વારા ૫૦૦ દિવ્યાંગોને વિનામૂલ્યે સાયકલ વિતરણ કરવામાં આવી છે.
જેમાં સીમ્પોલો ગ્રુપના મોભી ઠાકરશીભાઈ જણાવે છે કે મારા પિતા ગાંડુબાપા પણ અનેક સેવાકાર્યો કરતા. ત્યારે તે પણ પાંચ થી છ વર્ષે દિવ્યાંગોને સાયકલ વિતરણ કરે છે. આ ચોથી વખત દિવ્યાંગોને સાયકલ આપવામાં આવી છે. તો ગરીબ, નિરાધાર લોકોને દર મહિને જરૂરિયાત મુજબ પગાર આપવામાં આવે છે, જેનો દર મહિને ૧૧૦ જેટલા લોકો લાભ લઈ રહ્યા છે.