મોરબી જોધપર ગામનું અને અનુસુચિત જાતિ સમાજનું ગૌરવ ને આજે ભારત સરકાર નાં નૉટરી તરીકે એચ એમ સોલંકી ને નિમણૂંક કર્યા.
મોરબી મચ્છુ નદી 2 નંબર ડેમ પાસે આવેલ જોધપર નદી પાસે ગામના વતની અને મોરબી શહેર -2 ખાતે શક્તિ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓફિસ નંબર એ 10 ધરાવતા એડવોકેટ વકીલ હસમુખભાઈ માવજીભાઈ સોલંકી ને ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક આપી છે. એડવોકેટ હસમુખભાઈ એમ સોલંકી જેવો ત્રીપલ ગ્રેજ્યુટ છે તેમજ 2010 થી વકીલાત શરૂ કરી એક ખ્યાતિ મેળવી છે. તેવો અનુસૂચિત જાતિ સમાજનું પણ એક ગૌરવ છે સાથે સાથે મચ્છુ ન્યુઝ મોરબી એડવોકેટ લીગલ એડવાઈઝર તરીકે પણ તેમની નિમણૂક થયેલ છે. જેથી મચ્છુ ન્યુઝ મોરબી અખબાર પત્રકાર પરિવાર તરફથી હસમુખભાઈ એમ સોલંકી ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.