વાંકાનેરના કેરાળા ગામના ફાયરિંગ કેસમા વૃદ્ધ ઉપર વળતો હુમલા થતા સારવારમાં મૃત્યુ...

Machhu news morbi
વાંકાનેરના કેરાળા ગામના  ફાયરિંગ કેસમા વૃદ્ધ ઉપર વળતો હુમલા થતા સારવારમાં મૃત્યુ.
હુમલો કરાયા બાદ અમદાવાદ સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે.

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ શખ્સ સહિતના ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક આંતરી લાકડી વડે બેફામ માર મારી હાથ પગ ભાંગી નાખ્યા બાદ પ્રથમ રાજકોટ બાદ વૃદ્ધને અમદાવાદ સારવારમાં લઈ જવાતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા હરિપર ગામના વતની અને હાલમાં વિશિપરા ધમલપર ખાતે રહેતા લાખાભાઈ ગોરાભાઈ બાંભવા ઉ.65 નામના વૃધ્ધને આરોપી નથુભાઈ ભગાભાઈ ગોલતર અને તેની સાથે રહેલા ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક આંતરી બેસતા વર્ષના દિવસે આરોપી નથુભાઈના સગા રૈયાભાઈ સાથે તેઓને ઝઘડો થયો હોય જેમાં લાખાભાઈનું નામ આવ્યું હોય લાકડીઓ વડે બેફામ મારતા.
હાથ અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને એકત્રિત થયેલા લોકોએ 108ને બોલાવતા સારવાર માંટે રાજકોટ ખસેડયા હતા.

વધુમાં કેરાળા ગામે બનેલા ફાયરિંગના બનાવનો ખાર રાખી થયેલા આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લખાભાઈને રાજકોટ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન દમ તોડી દેતા આરોપી નથુભાઈ ગોલતર તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.
મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર અને ડેલી સોશિયલ મીડિયામાં ન્યૂઝ આપવાં માંગતા હોય કે કૉય પણ ધંધા વ્યવસાય ની જાહેરાત તેમજ અમારા ન્યૂઝ whatsapp ગ્રુપમાં જૉડાવા માંગતા હોય તો આ નંબર MO: 9913623970. MO:9913623971 પર Hii લખી મૉકલૉ. અમારા ન્યૂઝ નાં માધ્યમથી સમગ્ર ગુજરાતનાં તમામ સમાચાર તાત્કાલિક જૉવા મડશે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !